?ચાર ચોર

ચાર ચોરો નું એક કુટુંબ એક કિલ્લામાં કેદ છે. કિલ્લો નદી કિનારે છે અને નદી પર એક જૂનું દોરડા વાળું બ્રિજ છે. બ્રિજ નબળું છે અનેં એની પર બે થી વધુ માણસો ચાલે તો તૂટી પડી એવું છે. બ્રિજ ના પાટિયાઓ વચ્ચે ગેપ છે એટલે જો રાત્રે એની પર ચાલવું હોય તો સાથે ફાનસ જરૂરી છે. બાપ સહેજ લંગડો અને ઘરડો છે એને બ્રિજ ક્રોસ કરતાં દસ મિનિટ લાગશે. મા ને ક્રોસ કરતાં પાંચ મિનિટ લાગશે. બાકી બચ્યા પતિ પત્ની : પત્ની ને ક્રોસ કરતાં બે મિનિટ લાગે છે અને પતિ ને એક મિનિટ.
આજે રાત્રે સત્તર (17) મિનિટ નો ચાન્સ મળે એમ છે. એટલા સમય માં જો બધા ક્રોસ કરી ગયા તો રાત્રે સામે ના જંગલ માં છુપાઈ રહેશે અને વહેલી સવારે એમના સાથીદારો એમને બચાવી લેશે. સત્તર મિનિટ પછી કિલ્લા ની અને બ્રિજ ની ફ્લડ લાઈટો ચાલુ થઇ જશે અને જો કોઈ દેખાઈ ગયું તો ચોકીદારો શિકારી કુતરા છોડી મૂકશે જે આ પાર કે પેલે પાર કે બ્રિજ ઉપર, બધા ને ફાડી ખાશે.
હવે ગરબડ એ થઇ છે કે એક જ ફાનસ નો બંદોબસ્ત થઇ શક્યો છે. માટે જયારે બે જણ ક્રોસ કરી જાય અને આ બાજુ હજી કોઈ બચ્યા હોય તો એક જણાએ ફાનસ લઇ ને પાછું આવવું પડશે.
શું લાગે છે: ચોરો ભાગી શકશે ?

This entry was posted in કોયડો, તર્ક / લોજિક. Bookmark the permalink.